← BACK TO REFLECTIONS

SELF-AWAKENING

કસોટીની એરણ

Vipula Mehta · 7 January 2019

આજે કસોટીની એરણ પર કો ખરુ ઉતર્યુ. . હું માનું છુ, કે મારું જીવન પણ ખરુ ઉતર્યુ. ..!

નીકળી હતી સફર પર એકલી, અવઢવ માં , પણ વિશ્વાસનાં પગલે, મન ખરું ઉતર્યુ... !

સુરજ પણ લાગે છે પશ્ચિમ દિશાએ ઉગ્યો , દિશાનું ભાન ભુલવાનુ જો એને ખરુ ઉતર્યુ...!

હા, હવે કહી દઉ તને , મનની બધી વાતો. . શબ્દો પકડાય એ પહેલાં, જીવન ખરુ ઉતર્યુ..!

આત્માનો સંગાથ છે , પ્રભુ તારો અને મારો., સમય જ બતાવશે કોણ અહી ખરું ઉતર્યુ..

MORE REFLECTIONS