← BACK TO REFLECTIONS

IN CONVERSATION WITH NEMINATH

વહાલા નેમજી

Vipula Mehta · 7 January 2019

મન મારું પ્રભુ તમને તરસે, કયારે તમારું આકાશ વરસે, ભીંજાયા છતાંયે રહીએ કોરા અમૃત ઝરણું કયારે વરસશે ?

તારા રુપમાં પુનમનું આકાશ મારા મનમાં અમાસી આભ, એ ઘોર અંધકાર ને દુર ટાળો મારો રસ્તો કયારે અજવાશે ?

તમારી રાજુલની પ્રીત પુરાણી હાથ ન પકડયો, માથે મુકયો હુ છું ભવોભવની પ્રીત તમારી.. કહે, એકવાર મને પણ તારશે ?

યાદ આવે છે, ભવોભવની વાતો એકવાર તમે મને કહેલું, આવીશ, જો તું અંતઃકરણથી મને બોલાવે અપલક નેત્રે, કયારે તું આવશે ?

MORE REFLECTIONS