← BACK TO REFLECTIONS

IN CONVERSATION WITH NEMINATH

વિતરાગી વિભુ

Vipula Mehta · 7 January 2019

આજે નીકળી પડી હું ,એકલી તારા તરફ.. ખંભે છે સંવેદનાનું પોટલુ , ને તારા તરફ...

હવે શબ્દો એકલાં કણસીને થાકી ગયાં.. નથી પહોંચતો મારો સાદ તારા તરફ...

મન ગોરંભાયું , મુંઝવણ વધી ,શું કરું ? સહારો તારો જોઇએ,તેથી તારા તરફ ...

રસ્તે મળ્યાં સાથી, ઉપકાર એનો શું કહુ ? એ ભાર સહુ કેમ ? તેથીસ્તો તારા તરફ..

માંડુ કદમ પણ હવે આગળ ચલાય ના, થાકી છું, તેથી ધીમે પગલે, તારા તરફ

વેદના સંવેદના સોંપી દીધી હવે તમને, બસ વિપુલ મૌન ને , હવે હું તારા તરફ..

MORE REFLECTIONS