← BACK TO REFLECTIONS

IN CONVERSATION WITH NEMINATH

અંતરદિપ પ્રગટાવ

Vipula Mehta · 7 January 2019

હે વિતરાગ..! તારા ધ્યાનમાં ડુબી જવા માંગુ છું હું , કયારે આપીશ ધ્યાન તારા જેવું મને ? તારા નામનો દિવો જલતો ન હોત તો , દુર્ગતિનાં અનંતકાળનાં અંધારામાં હું ફેંકાઇ જાત! ફંગોળાય જાત !ફેંદાય જાત !

હે તારક તીર્થંકર ! વાણી છે આજે વેદના વ્યક્ત કરવાં મારી પાસે, હાથ પણ છે વિરોધી ને મારવાં લાફો , પગ પણ છે વિપતીઓથી નાસી જવાને , નિવારણ મુશ્કેલીનું કરવા બુધ્ધિ છે મારી પાસે , આ બધું જ હોવા છતાં તારી પાસે નિર્માલ્ય છું !

હે પરમોતમ. .! શાને માંગુ હું તારી પાસે સુખ સગવડો ને .. તું અનંત ઉપકારી છો માફ કર પ્રભુ મને .. પણ , હવે તો નિશ્ચય છે એક જ મારો .. બસ! દયા ,કરુણા, પ્રેમ નો દિવો પ્રગટાવજે .. જેથી ફકત તને માત્ર તને જ પામી શકું હું ..

હે અવિનાશી !હે દેવાધિદેવ ! હે શૈવ .! તારોઅનુગ્રહ,અમી,આત્મશક્તિને , હોય કણ કાફી, વિષ ના પિનારા ને અમૃત .. નાનો પ્રકાશ પણ કરે છે અંધારાને હતપ્રભ... એમ તારા સર્વસ્વ થી છલકાવી તું દે .. જેથી , મારા અંતરપટે પ્રગટે તારા નામનો દિવો ...

MORE REFLECTIONS