છે એક મજાનું ઉખાણું. . જે કયારેય નહીં ઉકેલાય .. તારાથી કે મારાથી.. ..?
આ નેમ , આ હેમ , ને આ ગિરનાર... શું હતા ? કયારે હતા ? ને શું સંબંધ હતો .?.. એ ત્રણેયનો. .. એ સમીકરણ બહુ ઉંડા ને અઘરા છે....!
એક આકાશનો સિતારો ... એક ભગવંત અનોખો પ્યારો ... ને એક ધરતીનો ચાંદ મજાનો ... ને ભવોભવના સંબંધો ને.. .
જો ઉકેલવા બેસીશ તો .. વરસો વીતી જશે.. યુગો વીતી જશે. . ને એ કોકડામાં ... હું ખુદ ગુંચવાઇ જશે
એના કરતા જાણી લો . . માત્ર એટલું જ કે , આ નેમ , આ હેમ , ને આ ગિરનાર છે એકબીજાના પર્યાય. . ભવો ભવો થી...



