આત્મા

October 18, 2018
In Conversation with Neminath

પરમ આત્મસંવેદના. ....હેપ્રભુ ....
મહાભારત નાદ્યુત અને મારા જીવનના દ્યુત વચ્ચે સામ્યતાઓ....
એ સભામાંપાંચપાંડવો હતા...
અને મારીસભામાં પાંચઇન્દ્રિયો છે...!
એ સભામાંસામે પક્ષે કૌરવોહતા ...
અને મારીસભામાં સામે પક્ષે નિમિત્તેઅને વિષયોછે.!
દ્યુત સભામાંપાંચપાંડવો કૌરવોનાછલના
કારણે પોતાનુંસમગ્રતેમજ દ્રૌપદીનેપણ હારી બેઠા ...!
અને મારીસભામાં પાંચઇન્દ્રિયો વિષયોછલના
કારણે પોતાનાગુણો અને પ્રભુ આજ્ઞાને દાવ પર લગાડી હારી બેઠા...!
માટે ત્યારેદ્રૌપદીનુચીર હરણ થયુ....!
અને અહીંપ્રભુઆજ્ઞા નુંચિરહરણ થાય છે....!
પરંતુ ત્યારેતો પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાના
કારણે શ્રીકૃષ્ણેદ્રૌપદીની લાજબચાવી લીધી હતી...
પણ મારુ શું થશે?..મહાભારતનું એ દ્યુત એક જવારથયું હતું અને સર્વનાશનું
કારણ બન્યુંહતું....મારી સભા તો ક્ષણેક્ષણે મારૂપતન લઈ ને આવે છે...!
પરંતુ મનેખાતરીછે કે પ્રભુ તારા પ્રત્યેની શ્રદ્ધામને અવશ્ય બચાવી લેશે.....