હે
કરુણારસ સિંધુ,તમારોમારા ઉપર સમગ્ર જીવસૃષ્ટિ ઉપર અનહદઉપકાર છે…
હે
વિતરાગી દેવ,ફક્તમારી જ વાત કરું તો અનંત કાળઅવ્યવહાર રાશિમાં રહ્યો પછી કો'ક બડભાગી ક્ષણે,
કો'ક તમારાજેવા જ વિતરાગ દેવનાં આલંબને,
કો'ક આત્માએવૈરાગ્યવાસિત બની પરંપરાએ આત્મકલ્યાણ સાધ્યું
અને અજાણતામારા આત્માને નિગોદમાંથી છુટ્ટી મળી...
આ તમારોપહેલો ઉપકાર…ત્યાર બાદપણ આપે મને
સંજ્ઞિપણું,ઈંદ્રિયાદિનોયોગ,
તેમાં પણમનુષ્યપણું,
કર્મભૂમિ,આર્યદેશ,ઉત્તમ કુળ,જૈન ગોત્ર,ધર્મવાસિત સ્વજનો
ને તમારામાર્ગસ્થસાધુપુરુષોનું સાન્નિધ્યઆપ્યું છે.નિઃશંકપણે
આટલા ઉપકારોકોઈ સાગર થી ઓછા નથી પણ પ્રભુ એક આખરી ઉપકાર ની હજુ યાચના છે,
તમારા બાલુડાંનેતમારી પાસે જ અજરામર પદે બોલાવી લ્યો ને?
આ એકઆખરી વિનવણી સ્વીકારશો ને પ્રભુ?
સ્વયંભૂમરણનાં સાગરેજલરાશિ છે પ્રભુ જેટલી,
કેઈ ગુણીઅધિક મુજ પર વિભુ ઉપકાર રાશિ આપની,
ઉપકારો નાઆ મેરુગિરિ માં એક ગુણ પ્રભુ વધારજો,
વીતરાગ નેમિનાથમારી પ્રાર્થના અવધરાજો....!