કસોટીની એરણ

January 7, 2019
In Conversation with Neminath

આજે *કસોટીની એરણ* પર કો ખરુ ઉતર્યુ. .

હું માનું છુ, કે *મારું જીવન* પણ ખરુ ઉતર્યુ. ..!


નીકળી હતી સફર પર એકલી, *અવઢવ* માં ,

પણ *વિશ્વાસનાં* પગલે, મન ખરું ઉતર્યુ... !


*સુરજ* પણ લાગે છે પશ્ચિમ  દિશાએ ઉગ્યો ,

*દિશાનું* ભાન ભુલવાનુ જો એને ખરુ ઉતર્યુ...!


હા, હવે કહી દઉ *તને ,* મનની બધી વાતો. .

શબ્દો પકડાય એ પહેલાં, *જીવન* ખરુ ઉતર્યુ..!


*આત્માનો* સંગાથ છે , *પ્રભુ તારો* અને *મારો.,*

*સમય* જ બતાવશે કોણ અહી  ખરું ઉતર્યુ..