નેમજી

January 7, 2019
Nem-Hem Samvaad

તમને કયાં  શમણામાં શોધવા પડે છે ..?

ખુલ્લી હો આંખ , તો નજર સામે ...

ને બંધ કરુ  તો , હ્રદય માં 'હે . ..

શમણામાં લાવવા માટે..

નિંદ્રા  પણ લાવવી..

પણ જે આંખોમા  સમાયા છે નેમજી ..

ત્યાં નિંદ્રા  પણ વેરણ ને છેરણ.. .

નિંદ્રા  આવતા વાર લાગે . .

પણ નેમજી હ્રદય માં બિરાજે. .

માત્ર પલક ઢાળી ને ..

જોઇ લેતાં'ક   ને.

નેમજી હાજરાહજુર. ..

મને ન જોઇએ શમણા.

ઓ નેમજી ..!

કેમકે,  મારે તો નજરમાં નેમજી ..

બિરાજી રહ્યા છે  સાક્ષાત્...

એ જ મીઠી મુસ્કાન ..

ને એ જ મીઠું સ્મિત.. .

હંમેશા મલકે . .હ્રદયમાં..

 

પ્રભુ વીર નો પંથ