પ્રભુને મળવાના રસ્તા મળતા નથી મને

January 7, 2019
In Conversation with Neminath

પ્રભુને મળવાના રસ્તા મળતા નથી મને

રસ્તા મળે છે તો પ્રભુ મળતા નથી મને...!


જયારે હું એને જોઉં છું , તલ્લીન રહે છે એ,

એક નજર પણ ઉઠાવીને જોતા નથી  મને..!


પ્રાર્થના કરવાને હાથ જયારે ઉપર ઉઠે ને..

શબ્દો હોઠેથી કયારેય,ફુટતાં નથી  મને..!


કોઇ રામ કહે તને, તો કોઇ કહે તને રહીમ..

હું શું કહું  તને પ્રભુ ! એ સમજાતું  નથી મને..!


નઠારું મન હજારો  વાતને સંઘરી ને જ રાખે ,

તો પણ આંગળી ના ટેરવે  શબ્દો  ફુટે મને ..!


મળે તો તે જ કે જે આપણાથી અલગ હોય ..

પ્રભુ તો ખુદ મારા દિલમાંથી જ મળ્યાં મને..!

 

પ્રભુ વીર નો પંથ