હેમ ની નેમમય સાધના

September 24, 2018
Nem-Hem Samvaad

નીચે ધરતીને ઉપર આગ ઓકતુ આભ ,
મોક્ષ નગરી ના માર્ગે ચાલી રહ્યા છો આપ ,
છે મન હ્રદય મા નેમજી એની સાથ ,
એ તો ચાલ્યા છે પ્રભુ નેમી ને દ્વાર ,
ગુરુઆણા ગિરનાર ઉત્થાન ને કાજ ,
ભીષ્મ આયંબિલતપ આદરો છો આપ ,
રોજ ભેટે એ નેમને કર્ણવિહાર ધામ ,
એ લઇ જશે હેમને, મુક્તિ પુરી ધામ ,
ઓ હેમ અમે પણ આવીશુ તમારી સાથ ,
નેમ અમને પણ બોલાવો આપની પાસ .!

લી. વિપુલા મહેતા