વાત વહાલા

January 7, 2019
Nem-Hem Samvaad

નેમકુમાર ની  

       

ગરવા  ગિરનારજી  ઉપર  દાદાજી ની  જુગજુની  પ્રતિમા  બિરાજમાન  છે . ..!

ગિરનારજી  પર એ  દાદાના  દર્શન  કરતાં  પગ  જમીન સાથે   ચીપકી  જાય  છે....!  

દાદાનું ખડખડાટ  સ્મિત.....

વરસોથી  વિખૂટા  પડેલાં  બાળક

ને  મળે ત્યારે. .મા હાથ  પહોળા  કરી  બોલાવતી  હોય તેવું હાસ્ય છે....

પ્રતિમાજી  જોઇને  નેમિનાથ દાદા કેવા  હશે  એ યાદ આવે.....!

કલ્પનાઓ   કેટલાં'યે  ઘોડા પર સવાર  થઈને  દોડવા  માંડે  છે ...!

પ્રભુ નું  મધુરું  હાસ્ય. .પ્રત્યુતર  આપે  છે ...ને તેમાંથી  આશ્વાસન  ને  આહ્વાહન સાંપડે છે ....!

જેણે  આ ભાષા  ઉકેલી  તે સો ટકા જંગ  જીતી ગયો.. .!

આ શ્યામવર્ણ ના   ચમકદાર પ્રતિમાજી . .

પૂનમની  રાતનું  આકાશ જાણે  કે , મૂર્તિ ના ઘડતરમાં વપરાયું છે..

ચંદ્ર દુર હોવા છતાં  આ પ્રતિમાજી  ઝળહળે  છે.....!

અમાસ રાતના  આસમાન  જેવો નેમી પ્રભુ  નો વાન ....!

પ્રભુ નું  સાચું રુપ  આ પ્રતિમાજી માં  જોવા મળે... !

આંખો માં  સુરજ ચમકે . ..

અને હાસ્યની  લહેરમાં  વિશ્વ વિજેતાનું  સ્મિત  ...

અને ગાલોના  ખંજનમાં...ખુમારી ઝળકે છે ...!

નાજુક  બાંધો ....

ઉન્નત  મસ્તક...

ખભા , અને  શ્વાસવિજયી  હ્રદય...થી પ્રભુની  મુખમુદ્રા ને

અનોખી આભા ને ..

અનોખો  ઉઠાવ  મળે છે....!

પ્રભુના   હાથ પગની  આંગળીઓ  જીવંત લાગે . .!

જાણે  કે , હમણાં  હાથ  ઉંચકશે અને  આપણા શીરે  મુકશે ...!


આવાં  નેમી પ્રભુનું  દર્શન  કરતાં ...

શુદ્ધિની અપેક્ષા   જાગે...

પોતાની  અશુદ્ધિનો  ડંખ  થાય. ..


જીવનભરનાં  કરેલાં  પાપોની  વેદના  સતાવે....


ત્યારે  હતાશભાવે  પ્રભુને  કરગરી  પડાય છે ...!


અને  આ પ્રભુ  સિવાય  કોઇ બચાવી નહીં શકે.. .!

તે સમજાશે ...!

અને  આ જ પાત્રતાની  જાણે કે , પ્રભુ  રાહ જોઈ રહ્યા છે. ..!

એ પાત્રતા  આવતાં જા પ્રભુની સામે  ચાલીને  આવશે ..!


આવાં છે  મારા ગિરનારજી  પર. ..

બિરાજમાન  મારા  નેમકુમાર.. .


નેમી પ્રભુના  ચ્યવન કલ્યાણક ના ....


આજના દિવસે ..ચાલો

વંદના  કરીએ .

ગરવા  ગિરનારજી ના  નેમજીને


  વિપુલા મહેતા

પ્રભુ વીર નો પંથ