વહાલા નેમજી

January 7, 2019
In Conversation with Neminath

મન મારું પ્રભુ તમને તરસે,

કયારે તમારું આકાશ વરસે,

ભીંજાયા છતાંયે રહીએ કોરા

અમૃત ઝરણું  કયારે વરસશે ?  


તારા રુપમાં  પુનમનું  આકાશ

મારા મનમાં અમાસી  આભ,

એ ઘોર અંધકાર ને દુર ટાળો

મારો રસ્તો કયારે અજવાશે ?


તમારી  રાજુલની પ્રીત પુરાણી

હાથ ન પકડયો , માથે મુકયો

હુ છું ભવોભવની પ્રીત તમારી..

કહે ,એકવાર મને પણ તારશે ?


યાદ આવે છે, ભવોભવની વાતો

એકવાર તમે મને કહેલું , આવીશ,

જો તું અંતઃકરણથી મને બોલાવે

અપલક નેત્રે,  કયારે તું  આવશે ?


     વિપુલા મહેતા

પ્રભુ વીર નો પંથ