વહાલા વિભુ

January 7, 2019
In Conversation with Neminath

તમે વિતરાગી બનીને બેસી ગયા.. .

અમે સંસારે ભટકતાં રહી ગયા


કેટલા જવાબો લેવાના  રહી ગયા

કેટલાયે જવાબો દેવાના રહી ગયા


સાંભળ્યુ કે, આ વરસે દુષ્કાળ છે

શ્રદ્ધાના છોડને સિંચતા રહી ગયા


હરેકને સાચવવામાં જીવન વીત્યુ

પણ ભીતર ને  સ્પર્શતા રહી ગયા


આનંદ વેદના તો હવે એકસરખા

આંખથી આંસુ ઝૂલતા  રહી ગયા


નસીબ કે પલમા ઝઘડા પુરા થતાં

સ્નેહની'યે જીદ મુકતા રહી ગયા


આનંદ પણ હવે વધુ રોકાતો  નથી

મેઘવાદળ સા ભીંજવી રહી ગયા


હો ભલે હ્રદયમાં શબ્દો કૈ'કેટલાયે

પણ "વિપુલ" હોઠે આવી રહી ગયા