વિતરાગી વિભુ

January 7, 2019
In Conversation with Neminath

આજે નીકળી પડી હું ,એકલી તારા તરફ..

ખંભે છે સંવેદનાનું પોટલુ , ને તારા તરફ...


હવે શબ્દો એકલાં કણસીને  થાકી ગયાં..

 નથી પહોંચતો મારો સાદ તારા તરફ...


મન ગોરંભાયું , મુંઝવણ વધી ,શું કરું ?

સહારો  તારો જોઇએ,તેથી તારા તરફ ...


રસ્તે મળ્યાં સાથી, ઉપકાર એનો શું કહુ ?

એ ભાર સહુ કેમ ? તેથીસ્તો  તારા  તરફ..


માંડુ કદમ  પણ હવે આગળ ચલાય ના,

થાકી છું, તેથી ધીમે પગલે, તારા તરફ


વેદના સંવેદના સોંપી દીધી હવે તમને,

બસ વિપુલ મૌન ને , હવે હું તારા તરફ..