← BACK TO REFLECTIONS

DIRECTLY FROM HEART

એક હૃદય

Divyang Shah · 18 October 2018

હે દયાસિંધુ, ફળિયું સાવ ઉજ્જડ પડ્યું છે... સુની મેડી અને સુની મહેલાત છે... રજવાડી ઠાઠ અને રસભર રાત ની રમઝટ ને ઝંખતી આ આખી અંતર ઇમારત મારા ઈશ્વર ની રાહ જોઈને બેઠી છે... એને ખબર છે જયારે મારા નાથ મારે આંગણિયે આવશે ત્યારે... એના કામણ થી આ અભાગણ ભૂમિ સોહાગણ બની જશે...

MORE REFLECTIONS