Change Language

Take a Girnar Pledge Today!

We are happy to present you an opportunity

to serve your devotion to Girnar Tirth and Neminath Dada

Begin the Pledge

સ્વાગત છે

ગિરનાર દર્શન

જ્યાં ગિરનારના ભક્તો મળે છે.

> ગિરનાર વિશે

.

.

.

Read More

વિશિષ્ટતા

ગિરનારનો મહિમા

વાર્તાઓ દ્વારા

> વધુ વાંચો

WELCOME TO

GIRNAR DARSHAN

WHERE DEVOTEES OF GIRNAR MEET

ABOUT GIRNAR

WITNESS

GLORY OF GIRNAR

THROUGH SHORT STORIES

READ MORE

જ્યાં ગિરનારના ભક્તો મળે છે.....!

ગિરનારજીની પૂજા, ઉપાસના અને સાધના આપણને કરોડો વર્ષોના પાપોમાંથી મુક્ત કરવા અને પ્રભુ મિલનના માર્ગ પર દોરી જવા સમર્થ છે!

અમે "ગિરનાર દર્શન" સોશિયલ મીડિયા પહેલ લાવીએ છીએ....
આશા રાખીએ છીએ કે આ પ્રયાસ નેમિનાથ ભગવાનના દિવ્ય આવાસ સમા આ ગિરનાર મહાતીર્થ પ્રત્યે આપણો પ્રેમ અને આદર વધારવામાં મદદ કરશે.... દરેક પોસ્ટ તમારા હૃદય સુધી પહોંચે અને પવિત્રતાનો અનુભવ કરાવે એ જ અભિલાષા...!

ABOUT US

ABOUT US

Girnar Temples are considered as the second most respected Jain pilgrimage. This land, this mountain, this pilgrimage in Junagadh, Gujarat, has been the dwelling place of our twenty-second Tirthankar, Lord Neminath. It is this place where Lord Neminath, took up his vow of renouncing the world–Diksha Kalyanak. It is this place where Lord Neminath attained Keval Gyaan and his soul was blessed with Moksha.

Read more

ગિરનાર સંબંધી માહિતી

નેમિનાથ ભગવાન અને ગિરનાર વિશેની માહિતી મેળવો.

01

ગિરનારની માહિતી....

જેમ શ્રી શત્રુંજય મહાતીર્થ (પાલિતાણા)નું માહાત્મ્ય વર્ણવવું અશક્ય જેવું છે. તે રીતે શ્રી ગિરનાર મહાતીર્થ જે શ્રી શત્રુંજય મહાતીર્થની પાંચમી ટૂંક કહેવાય છે તેનું માહાત્મ્ય વર્ણવવું પણ અશક્ય જેવું છે.

પૂર્વે આપણા ગુરુભગવંતોએ પણ વિવિધ ગ્રંથોમાં શ્રી ગિરનાર મહાતીર્થનો મહિમા ગાયો છે. શ્રી ગિરનાર મહાતીર્થનો મહિમા જાણવા અહીં ક્લિક કરો.

03

ઐતિહાસિક કથાઓ

ગિરનાર મહાતીર્થના અચિંત્ય પ્રભાવના કારણે અનેક આત્માઓ સન્માર્ગને પામ્યા. આ તીર્થના ઉપકારની અંશાત્મક ઋણમુક્તિ કાજે તે આત્માઓ દેવો થતાં આ તીર્થના ઉદય અને રક્ષણનાં કાર્યમાં લાગી ગયા. આવી ગિરનાર સંબંધી અનેક વાર્તાઓ વિશે જાણવા અહી ક્લિક કરો.

04

નેમિનાથ ભગવાન

નેમનાથ ભગવાનના આત્માએ સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મુક્તિ મેળવી ત્યાં સુધી ૯ ભવ કર્યા હતા. આ નવમાંથી પાંચ ભવ મનુષ્યભવના હતા અને બીજા ચાર દેવભવના હતા. આ દરેક ભવમાં, રાજુલ અને નેમિનાથ ભગવાનના શુદ્ધ પ્રેમની અદભૂત વાર્તા છે. તેમના નવ ભવ વિશે વધુ વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો.

મીડિયા

બધુજ જુઓ

ગિરનારથી સંબંધિત વિડિઓઝ, છબીઓ, લેખો અને ગીતો, પુસ્તકોનું મનભાવન સંકલન અહી માણો..

MEDIA

આપણા ગુરુ

પ. પૂ. આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મ.સા.

જૈન સમુદાયની એકતા અને ગિરનારની ઉન્નતિ માટે અંતિમ શ્વાસ સુધી પોતાનું જીવન સમર્પિત કરનારા તપસ્વી સમ્રાટ પ. પૂ. આચાર્ય હિમાંશુસૂરી દાદા હતા. તેમનો જન્મ ગુજરાતમાં ઈ.સ. ૧૯-૦૪-૧૯૦૭ ના રોજ થયો હતો. નાની વયે પ. પૂ. આચાર્યશ્રી રામચંદ્રસૂરશ્વરજી મહારાજ સાહેબના પ્રવચન સાંભળતા તેઓ ખૂબ પ્રભાવિત થયા અને જીવનનો રાહ બદલાયો. સંયમ જીવનમાં તેમનો પ્રવેશ થયો. તેમના ચૂસ્ત બ્રહ્મચર્ય અને ચારિત્ર જીવનના પાલનથી સમગ્ર જૈન સંઘમાં તેઓએ ખ્યાતિ પ્રાપ્ત કરી. જૈન સંઘનીએકતા માટેનો તેમનો સંકલ્પ, ગિરનાર પ્રત્યેનો અત્યંત અહોભાવી પ્રેમ અને નેમિનાથ ભગવાન પ્રત્યેની સમર્પિત ભક્તિ એ હદ સુધીએમના જીવનમાં વણાઈ ગયા હતા કે સંઘ એકતા અને ગિરનારની જાગૃતિની ભાવનાઓને સાકાર કરવા તેમણે લગભગ અડધાથી પણ વધુ જીવન આયંબિલ તપમાં ગાળ્યું. જીવનની છેલ્લી ક્ષણોમાં પણ તેમના હોઠે ‘અરિહંત’ અને ‘નેમિનાથ’ ભગવાનનું રટણ હતુંઅને અંતિમ શ્વાસ વખતે પણ તેમની દ્રષ્ટિ ગિરનાર ઉપર મંડાયેલી હતી.

આજે ગિરનાર ઉપર લાખો યાત્રિકો આવી રહ્યા છે તેના મૂળમાં આ મહાતીર્થને ઉન્નત કરવા માટે તેમના અથાગ પ્રયત્નો જ રહેલા છે. પૂજ્યશ્રીના ગિરનાર માટેના અથાગ પ્રયત્નો અને ગિરનાર પ્રત્યેના તેમના સમર્પણને લીધે શ્રીસંઘે તેમની અંતિમ સંસ્કારની વિધિ સહસાવન ખાતે કરવાનું નક્કી કર્યું. અને આ મહાતીર્થ માટેના તેમના અમૂલ્ય યોગદાનની સ્મૃતિ રૂપે સહસાવનમાં તેમનું એક સ્મારક બનાવવામાં આવ્યું. હાલમાં સહસાવનમાં રહેલું સમવસરણ મંદિરનું નિર્માણ હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિશેષ પ્રયત્નો દ્વારા થયું હતું. અને વર્તમાનમાં થઇ રહેલા ગિરનારના ઉત્થાનના કાર્યના મૂળસ્રોત તરીકે પૂ હિમાંશુસૂરી દાદા હતા. અને આજે પણ આકાર્યમાં જોડાયેલો મહાત્માઓના મુખ્ય પ્રેરણાસ્રોત તરીકે તેઓ જ છે.

યુગપ્રધાન આચાર્યસમ પ.પૂ. પંન્યાસ પ્રવર ચન્દ્રશેખર વિજયજી મ.સા.નો જન્મ મુંબઇમાં થયો હતો. ૧૮ વર્ષની નાની ઉંમરે તેમની દીક્ષા થઇ. તેઓએ ૮૭થી વધુ શિષ્યોને દીક્ષા આપી હતી અને ૨૭૫ પુસ્તકોની રચના કરી હતી. નવા ઉભા થતા અને વિસ્તાર પામતા કતલખાનાઓની સામે તેમણે ઝુંબેશ ઉપાડી હતી અને કતલખાનાઓનો સખત વિરોધ કર્યો હતો. તેમના આ કાર્યમાં રાજકીય પક્ષોએ પણ સંમતિ આપી હતી. જૈન અને અજૈન બાળકોમાં ધર્મ, નીતિ અને સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તે ઉદ્દેશથી તેમણે તપોવન સંસ્થાની સ્થાપના કરી હતી. તેમના જીવનકાળમાં એવા ઘણાં પ્રસંગો થયા હતા જેમાં જીવદયા અને નૈતિકતાના તેમના અસાધારણ અને ઉચ્ચ આદર્શો આંખ સામે તરી આવે છે. ગિરનાર પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને તેઓએ પોતાના બે શિષ્યોને ગિરનારના ઉત્થાન કાર્યમાં જોડાવા માટે મોકલ્યા. પૂ. હિમાંશુસૂરી દાદાનું ગિરનારનું કાર્ય આગળ ધપાવવામાં આજે જો કોઈ મુખ્યભાગ ભજવતા હોય, તો તે ચન્દ્રશેખર મ.સા.ના મોકલેલા આ બે શિષ્યો - પૂ. ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ અને પૂ. હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજ - જ છે.

પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર ચન્દ્રશેખરવિજયજી મ.સા.
પ.પૂ. આચાર્ય ધર્મરક્ષિતસૂરીશ્વરજી મ.સા.

પ. પૂ. આ. ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ સાહેબે ઈ.સ. ૧૯૮૩માં ૨૮ વર્ષની ઉમરે પ.પૂ. ચંદ્રશેખરવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી ૩ વર્ષ સુધી તેઓ સ્વાધ્યાયમાં ઊંડા ઉતરી ગયા હતા. તે પછી ૨ વર્ષ જેવું પોતાના ગુરુ સાથે રહ્યા અને ત્યારબાદ ગુરુની આજ્ઞા પ્રમાણે તેઓ ગિરનાર ગયા અને ત્યાં પ.પૂ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની સાથે રહ્યા અને પૂજ્યશ્રી સાથે ગિરનારની સેવાના કાર્યમાં જોડાઈ ગયા.

ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ હિમાંશુસૂરી દાદાની સાથે લગભગ ૪ વર્ષ જેવું રહ્યા અને આટલા ઓછા સમય ગાળામાં હિમાંશુસૂરી દાદાની અદ્વિતીય પ્રતિભા તેમને સ્પર્શી ગઈ. હિમાંશુસૂરી દાદા પોતે પણ ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજના ગિરનાર પ્રત્યેના સમર્પણ અને પોતાના પ્રત્યેની ભક્તિ જોઇને પ્રભાવિત થયા હતા. સમય પસાર થતા પૂ ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ ગુરુની આજ્ઞા મળતા સ્વતંત્ર ચાતુર્માસ કરવા લાગ્યા. ઈ.સ. ૨૦૦૯ માં ચંદ્રશેખર મહારાજની આજ્ઞાથી ગિરનાર આવ્યા અને ત્યાંની પરિસ્થિતિ જોતા તેમને લાગ્યું કે શાશ્વત એવા આ તીર્થ પર યાત્રિકોનું આવાગમન વધે અને અતિ પ્રાચીન નેમિનાથ ભગવાનના પવિત્ર આંદોલોનોનો તેમને સ્પર્શ થાય, તો તીર્થનો મહિમા ખૂબ વધી શકે. ગુરુ-શિષ્ય એવા પૂ. ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ અને પૂ. હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજ બન્ને ત્યારથી આ ભગીરથ કાર્યમાં જોડાયા છે અને આયંબિલ સાથે ગિરનારની જાત્રા અને ભક્તિ કરી રહ્યા છે.

પૂ. હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની દીક્ષાને માત્ર ૨ વર્ષ થયા હતા અને પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની સેવામાં રહેવા તેઓને ગિરનાર મોકલવામાં આવ્યા. તેઓ ૧૩ વર્ષ સુધી હિમાંશુસૂરી દાદાની સાથે રહ્યા અને તે નિઃશંકપણે તેમના જીવનનો એક સુવર્ણ અને અવિસ્મરણીય ગાળો હતો. હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા એ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે ગિરનારના પવિત્ર કાર્યમાં જોડાવાનો હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નો વારસો પોતાને પ્રાપ્ત થશે! અહીથી એક ભીની ભક્તિની, દ્રઢ નિર્ધારની, નિ:સ્વાર્થ સેવાની, સોહાર્દ સરળતાની અને અસીમ સમર્પણની યાત્રા શરુ થઇ. હિમાંશુસૂરી દાદા પોતાની વધતી જતી ઉમર અને નાદુરસ્ત તબિયતના કારણે ગિરનારનું કામ હેમવલ્લભ મહારાજને સોપતા ગયા અને જીવનની છેલ્લી ક્ષણોમાં તેઓએ એક ઈચ્છા વ્યક્ત કરી કે હેમવલ્લભ મહરાજ પણ પોતાની જેમ આજીવન આયંબિલ કરે અને ગિરનાર તીર્થના ઉત્થાનનું કાર્ય આગળ ધપાવતા રહે. આ સાંભળતા જ પૂ. હેમવલ્લભ મહારાજે હાથ જોડી 'તહત્તિ' કરી હિમાંશુસૂરી દાદાની એ ઈચ્છાને કોઈ પણ વિકલ્પ કર્યા વગર વધાવી લીધી.

આજ સુધી દાદાની એ ઈચ્છાને સાકાર કરવા ગિરનારની સેવાનું આ કાર્ય પૂ. હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા. અવિરતપણે આગળ વધારી રહ્યા છે, બસ એ જ ભાવ સાથે કે ગિરનારનું માહાત્મ્ય ફરી વિશ્વમાં ગાજતું થાય અને દરેકના હૃદયમાં વસી જાય. અને સાથે સાથે આદર્શ ગુરુ પરંપરા પ્રમાણે એક ચુસ્ત સંયમ જીવન પણ જીવી રહ્યા છે. રોજ આયંબિલ સાથે ગિરનારજીની યાત્રા કરે અને નીચે ઉતર્યા પછી લગભગ ૩ વાગે નિર્દોષ ગીચરી વહોરવા જાય. ક્યારેક તો એવી પરીક્ષા પણ થતી હોય છે કે નિર્દોષ એવી માત્ર ૨-૩ વસ્તુથી જ આયંબિલ કર્યા હોય. આવી પરિસ્થિતિમાં પણ તેમના મોનોબળ, નિષ્ઠા અને અહોભાવ વધુ ને વધુ દ્રઢ જ થયા છે.

આવા સમર્પિત મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન!

પ.પૂ. આચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા.

આગામી અનુષ્ઠાનો

સૂચી જુઓ

અમારા આગામી ધાર્મિક અનુષ્ઠાનોની સૂચિ જુઓ અને તેમાંથી કોઈ પણ અનુષ્ઠાન માટે રજીસ્ટર કરવા ક્લિક કરો.

UPCOMING EVENTS

SAHASAVAN TIRTH SEVA

January 19, 2019

Sahasavan is the place of Neminath Dada's Diksha and Kevalgnan Kalyanak i.e. this is where he renounced the world for leading an ascetic life and this is also the place where he became enlightened.

Register Now 

Navannu Yatra

Navannu Pravesh: Vaishakh Sud 3; 26th April 2020

Navannu Mala: Jeth Sud 12; 3rd June 2020

Navannu End: Jeth Vad 10; 15th June 2020

Girnar Mahatirth’s Navannu Yatra, Organised by Sri Girnar Bhakti Parivar

Register Here
VIEW MORE EVENTS

પ્રસિદ્ધ કહેવતો

આપણે ઘણી વાર વિચારતાં હોઈએ છીએ કે ધાર્મિક બનવાનું ફળ તો દેખાતું નથી, પણ શું આપણે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે હું જે પાપો કરું છું તેના ફળ મને ક્યાં લઈ જાય છે?

હજારો માઇલની મુસાફરી પણ એક નાનકડા પગલાથી શરૂ થાય છે. આપણે માત્ર શરૂઆતમાં જ એક ડગ ભરવાનું છે, બાકીની બધી કાળજી નેમિનાથ ભગવાન લેશે.

રાતનો અંધકાર હંમેશા સવારના પ્રકાશ તરફ ઢળતો હોય છે, પરંતુ અહંકારનો અંધકાર ફક્ત વિનાશ તરફ જ ઢળતો છે.

એક નાનકડું બિંદુ જેમ લાંબા વાક્ય માટે પૂર્ણ-વિરામનું કામ કરે છે, તેમ ક્ષમાનો એક નાનો સંકેત લાંબા સમયના સંઘર્ષને સમાપ્ત કરવા માટે પૂરતો છે.

એવા વિજયથી દૂર રહો જે પોતાને લાભ કરે છે પણ અન્યને નુકસાન પહોંચાડે છે.

બ્લોગ

સૂચી જુઓ

ગિરનાર સંબંધી અમારા બ્લોગ વાંચો

ઓનલાઈન દુકાન

સૂચી જુઓ

ગિરનારની બધી વસ્તુઓ પર અમારા નવીનતમ બ્લોગ લેખો વાંચો.

ગિરનાર સંબંધી સમાચાર મેળવવા અમારા ન્યુઝલેટર માટે સબસ્ક્રાઇબ કરો.

અમારો સંપર્ક કરો

ગિરનારદર્શનમાં, અમે ગિરનાર સંબંધી કઈ પણ માહિતી મેળવવા આતુર છે. જો તમારી પાસે કોઈ સૂચનો, પ્રતિસાદ અથવા ફરિયાદો હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. સ્વૈચ્છિક રીતે અમારા કામ સાથે જોડવા માટે ઑનલાઇન સાઇન-અપ કરી શકો છો.  તેના માટે અહીં ક્લિક કરો..

SEND
Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.