પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. ૧૧૭૦માં સોરઠદેશ ઉપર ચઢાઇ કરી. રા’ખેંગારને હરાવીને જીવતો પકડી પાંજરામાં પૂર્યો. રા’ખેંગાર મૃત્યુ પામ્યો તે સમયે મહારાજા સિદ્ધરાજે બાહડ મંત્રીનાં કહેવાથી સજ્જન મંત્રીને સૌરાષ્ટ્રનો દંડનાયક બનાવ્યો. પ્રભાવશાળી, પ્રજ્ઞાવાન અને દિર્ઘદ્રષ્ટા સજ્જનમાં કાર્ય કરવાની વિશિષ્ટ શક્તિ હોવાથી તેણે ખૂબજ ટૂંકા ગાળામાં સોરઠની પ્રજાનો સ્નેહ સંપાદન કરી લીધો.
વધુ વાંચોઈ.સ. ૧૮૮૯ માં તળેટીથી માળી પરબ સુધીના પગથિયા સાવ નાબૂદ થઇ ગયા હતા અને માળી પરબથી પહેલીટૂંક (નેમિનાથ દરબાર) સુધીના પગથિયા ધોળાભૂખરા પથ્થરના હતા તે ઘણા જીર્ણ થઇ ઘસાઈ ગયા હતાં. તથા અંબાજીથી આગળના પગથિયા હતા જ નહીં. તે સમયે જુનાગઢ રાજ્યના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ રાજ્ય તરફથી તેનું સમારકામ કરવા વિચાર્યું.
વધુ વાંચોજિનશાસનના ઋણની અંશાત્મક મુક્તિ કાજે અનેક શાસનસેવાના કાર્યોમાં પ.પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. વિશેષ પ્રયત્નશીલ હતા. એક વખત જુનાગઢ – ગિરનારજીમહાતીર્થની યાત્રા દરમ્યાન બાવીસમાં શ્રી નેમિનાથપ્રભુના દીક્ષા – કેવલજ્ઞાન કલ્યાણકોની ભૂમિ સાહસ્રામ્રવનની સ્પર્શના કરી અનેરો આનંદ અનુભવ્યો. પરંતુ વર્તમાન ચોવીસીના ૧૨૦ કલ્યાણકો માંથી ભારતના ગિરનારતીર્થમાં આવેલી આ કલ્યાણક ભૂમિઓનું માહાત્મ્ય ભૂસાઈ જતું જણાતા અત્યંત ખેદ અનુભવતા હતા.
વધુ વાંચો