જેમ તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે,
તેમ શત્રુંજય મહાતીર્થના પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થના
મહિમાનું વર્ણન કરવું પણ અશક્ય જ છે.
આ અવસર્પિણીકાળમાં જંબુદ્વિપના ભરતક્ષેત્રના પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર ભરતચક્રવર્તી સંઘ કાઢી
શત્રુંજયનો ઉધ્ધાર કરી રૈવતાચલ તરફ ચાલ્યા ત્યારે રૈવતગિરિ સુવર્ણ, રત્ન, માણેક, નીલમણી, સ્ફટિક
જેવા પાષાણની કાંતિથી ભરેલો હતો.
ગિરનાર મહાતીર્થનો મહિમા દરેક ધર્મમાં જુદી– જુદી રીતે ગવાયેલો છે. હિંદુ – મુસ્લિમ –
જૈન વગેરે દરેક ધર્મની આસ્થનું સ્થાન છે. ગીરનાર ગિરિની પરીક્રમાના રસ્તામાં જોવા મળેલા
ઘણા અલૌકિક વૃક્ષો, ઝરણા, કોતરો, અનેવિશિષ્ટ એવા એકદમ શાંત પ્રદેશો પણ છે.
નજીકનો સંપૂર્ણ જંગલ વિસ્તાર પવિત્રતાનો આભાસ કરાવે તેવો છે.
ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્તસ્થાનો છે,
જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે.
આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ, અનેક અઘોરીઓ અને મહાત્માઓએ
વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલ છે.
મલ્લવાળા દેરાસરથી દક્ષિણદિશા તરફ થોડા પગથિયાં આગળ જતાં પથ્થરની એક
મોટી શીલા નીચે બખોલ જેવા ભાગમાં નીચા નમીને જવાય છે. જ્યાં લગભગ દોઢ
થી બે ફૂટની ઉંચાઈની રાજુલ – રહનેમિની મૂર્તિ સ્થાપિત કરેલી હોવાથી આ સ્થાન
રાજુલની ગુફાના નામે ઓળખાય છે.
આ ભીમકુંડ ઘણો જ વિશાળ છે. તે લગભગ ૭૦ ફૂટ લાંબો અને ૫૦ ફૂટ પહોળો છે. આ કુંડ ૧૫માં શતકમાં બનેલો હોવાનું જણાય છે.
ઉનાળાની સખત ગરમીમાં પણ આ કુંડનું પાણી શીતળ રહે છે.