શંખ કુમારે દીક્ષા લીધા પછી મહાન એવા વીસસ્થાનક તપની આરાધના દ્વારા મુનિપણને શોભાવ્યું. એ જ રીતે યશોમતીએ પણ સાધ્વીજીવનના આચારોનું પાલન કર્યું. પછી શંખ કુમાર અપરાજિત નામના અનુત્તર દેવલોકમાં દેવતા થયા. યશોમતી પણ કાળક્રમે તે જ દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થઇ. બન્ને એ દેવલોકના સુખ ભોગવી પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું.