નીચે આપેલા બધા રોડના અંતર લગભગ છે. અને ૧૦ - ૨૦ કિમીનો ફેરફાર હોઈ શકે. તમારી યાત્રા શરુ કરતાં પહેલા બરાબર જાણી લેવું જરૂરી છે.
ગુજરાતમાં રોડ મુસાફરીના ઘણાં બધા વિકલ્પ છે.
ઘણી બધી બસ આ માર્ગ ઉપર જાય છે. તેના સમય પત્રક માટે જુઓ GSRTC website
ઘણી બધી પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસ આ માર્ગ ઉપર જાય છે. બસ ના સમય માટે તેમનો સમ્પર્ક કરી શકો છો. અહીં જાણીતી ટ્રાવેલ્સનાં નામ નીચે આપેલા છે.
નામ | સંપર્ક |
---|---|
મહાસાગર ટ્રાવેલ્સ | ૯૭૨૪૩ ૩૧૧૦૬ |
૯૭૨૪૩ ૩૧૧૦૭ | |
૦૨૮૫ - ૨૬૨૯૩૪૦ | |
http://www.mahasagar.com/ | |
શુભમ ટ્રાવેલ્સ | ૯૮૨૭૨ ૦૬૩૮૪ |
પ્રાઈવેટ ટેક્ષી વાળા ઘણાં બધા છે અને કારના ભાડા નાની કે મોટી કાર, તે ઉપરાંત કાર એ.સી છે કે નોન એ.સી. તેના પરથી નક્કી થાય છે. લગભગ રૂ. ૬/કિમી થી રૂ. ૧૦/કિમી નાની કાર માટે થાય છે. ભાડું ૨૫૦ કિમી અથવા કુલ કેટલા કિમી ફર્યા, એ બે માંથી જે વધારે હોય તેના ઉપર ગણાય છે. (દા.ત. તમે ૧૫૦ કિમી ફર્યા પણ ભાડું ૨૫૦ કિમી નું ગણાશે.)
અમદાવાદ થી ગિરનાર લગભગ ૬-૭ કલાક રોડની મુસાફરી છે. અમદાવાદથી ગિરનાર પહોંચવાના જુદા-જુદા રસ્તાઓ છે.
રાજકોટ થી ગિરનાર લગભગ ૨ કલાક રોડની મુસાફરી છે. રાજકોટ થી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.
જામનગર થી ગિરનાર લગભગ ૩ કલાક રોડ મુસાફરી છે. જામનગર થી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.
પાલીતાણા થી ગિરનાર લગભગ ૪-૫ કલાક રોડ મુસાફરી છે. પાલીતાણાથી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.
કચ્છ થી ગિરનાર લગભગ ૫-૬ કલાકની રોડ મુસાફરી છે. કચ્છથી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.