આ ગિરનારમહાતીર્થની પહેલી ટૂંકના જિનાલયોનો જિર્ણોધ્ધાર કરવાની પૂરેપૂરી આવશ્યકતા હતી તેવા સંજોગોમાં સંવત ૧૯૭૯ની સાલમાં શ્રીમદ્ પ્રાત:સ્મરણીય આચાર્ય ભગવંત શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજા ગિરનાર તીર્થે પધાર્યા. આ તીર્થની સ્થિતી તેમનામાં જોવામાં આવી. તે જોતા જિર્ણોદ્ધારનું કામ કરવાની તેમની પ્રબળ ઈચ્છા થઇ. તે માટે તેઓશ્રીના ઉપદેશથી ગામેગામ જિર્ણોધ્ધાર માટે રકમ મળતા કાર્યની શરૂઆત કરવામાં આવી. આ રીતે જિર્ણોદ્ધારનું કર્ય સંપન્ન કરવામાં આવ્યું.