Change Language

ધાર શ્રાવક

ગિરનાર મહાતીર્થ ઉપર અનેક પક્ષો પોતાનો હક્ક જમાવવા પ્રયત્નશીલ હતા. તે કાળે તીર્થભક્તિ કાજે કેસરિયા કરવા પડે અને મસ્તક વધેરવામાં આવે તો પોતાના જીવનની સુવર્ણપળ માનનારા શહીદોની આ ઘટના છે.

ધામણઉલી નામના ગામમાં રહેનારો ધર નામનો શ્રાવક હતો. પર્વભવના સત્કર્મના કારણે પુણ્યાનુંબંધી પુણ્યનાં પ્રભાવે આ ભવમાં તે ધનોપાર્જનમાં જાણે કુબેરની સ્પર્ધા ન કરતો હોય તેમ શોભતો હતો. એક વખત ખૂબ ઉલ્લાસભેર પોતાની ધનસંપત્તિનો સદ્વ્યય કરવા અનેક જીવોને જીવિતદાન આપતો તે પોતા નાપંચે પુત્રોની સાથે સંઘનો અધિપતિ થઈને આનંદથી ગિરનારની યાત્રા કરવા ગયો. તેનો સંઘ શ્રી ગિરનાર મહાતીર્થની તળેટીના મેદાનમાં છાવણી નાખીને રહ્યો હતો.

ગિરનાર મહાતીર્થમાં રહેલો સંઘ બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના દર્શન કરવાના મનોરથો સેવી રહ્યો હતો. ધારશ્રાવકના આનંદનો પાર નહોતો. તે અવસરે તે વિસ્તારમાં દિગંબર જૈન પંથનો અનુયાયી એવો એક રાજા આ શેઠિયાઓ શ્વેતાંબર જૈન પંથના અનુયાયી હોવાથી તેમને આ ગિરનાર ગિરિવર પર ચઢતાં અટકાવવા લાગ્યો. પ્રભુના દર્શન – પૂજન – સ્પર્શનની ઝંખના સાથે હર્ષોલ્લાસભેર પ્રયાણ આદરેલ ધાર નામના શ્રેષ્ઠિનો સંઘ ગિરિવર આરોહણ કરવાના પ્રયત્નો કરવા લાગ્યો. તે સમયે દિગંબર રાજાના સૈન્યે આ સંઘ ઉપર આક્રમણ કરતાં બન્ને પક્ષો વચ્ચે લડાઈના મંડાણ થયા. તે અવસરે શ્રી નેમિપ્રભુ પ્રત્યેની અપાર ભક્તિથી ધાર શ્રેષ્ઠિનાં પાંચેય પુત્રોના સત્વ સ્ફુરાયમાન થતાં પંચે બંધુઓએ અપ્રતિમ રસપૂર્વક યુદ્ધ લડવાનું શરુ કર્યું. તીર્થભક્તિના અતિશય રાગથી કેસરિયા કરતાં તીર્થ રક્ષાર્થે મરણીયો જંગ ખેલી દુશ્મન લશ્કરના અનેક સૈનિકોનો પરાભવ કરતાં – કરતાં આ પાંચેય પુત્રો મરણ ને શરણ થયા. તીર્થભક્તિના અવિહડ રાગનાં પ્રતાપે પાંચેય મારીને ત્યાં જ તે તીર્થક્ષેત્રના અધિપતિપણાને પામ્યા છે. આ તીર્થક્ષેત્રાધિપતિ તરીકે ઉત્પન્નથયેલા આ પાંચેય પુત્રોના અનુક્રમે ૧) કાલમેઘ ૨) મેઘનાદ ૩) ભૈરવ ૪) એકપદ ૫) ત્રૈલોક્યપાદ એવા નામ પડ્યા અને તીર્થ શત્રુનો પરાભવ કરતાં તે પાંચેય જાણ પર્વતની આસપાસ વિજયની વરમાળાને વર્યા.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.